બનાસકાંઠા / પ્રધાનમંત્રી પ્રવાસ બ્રેકિંગ:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ ઓક્ટોબરના રોજ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ઉત્તર ગુજરાતના ખેડૂતો અને પશુપાલકો માટે કરોડો રૂપિયાના વિવિધ વિકાસપ્રકલ્પો અને પ્રોજેક્ટ્સની મોટી ભેટ ધરશે.
પીએમ કિસાન સન્માન નિધિનો ૨૪મો હપ્તો:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠાના ભીલડી ખાતેથી દેશભરના કરોડો ખેડૂતોના બેંક ખાતામાં ‘પીએમ કિસાન સન્માન નિધિ’ (PM-KISAN) યોજનાનો ૨૪મો હપ્તો સીધો ટ્રાન્સફર (DBT) કરશે.
બનાસ ડેરીના કરોડોના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત:
બનાસ ડેરીના ₹૩૨૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા ‘બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’નું લોકાર્પણ.
પાલનપુર બનાસ ડેરી સંકુલમાં ‘ઓટોમેટેડ સ્ટોરેજ સિસ્ટમ’નો પ્રારંભ.
સણાદર ખાતે બટાકા પ્રોસેસિંગ પ્લાન્ટના વિસ્તરણ પ્રોજેક્ટનું લોકાર્પણ.
રાધનપુર અને થરાદ ખાતે નવતર ‘બનાસ બાયો-CNG પ્લાન્ટ’નું ખાતમુહૂર્ત.
તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ:
પ્રધાનમંત્રીના આ ભવ્ય કાર્યક્રમ અને સભાને સફળ બનાવવા માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં સભાસ્થળની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થાપન, પાર્કિંગ અને આરોગ્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી છે.
