મહેસાણા / રિયાલિટી ચેક બ્રેકિંગ:
મહેસાણા જિલ્લાના શંખલપુર નજીક આવેલી નર્મદાની માનાવાડા-શંખલપુર માઇનોર-૦૧ કેનાલની અત્યંત બિસમાર અને તૂટેલી હાલતને કારણે સ્થાનિક ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી આ કેનાલ કાગળની જેમ તૂટેલી હાલતમાં પડી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી.
૧ વર્ષથી નથી મળ્યું પિયતનું પાણી: કેનાલ તૂટેલી હોવાને કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને છેલ્લા એક વર્ષથી પિયત માટે નર્મદાનું પાણી મળ્યું નથી.
રવિ પાકની સીઝનમાં ખેડૂતોની કફોડી સ્થિતિ: હાલમાં શિયાળુ (રવિ) પાક માટે પિયતના પાણીની તાતી અને અત્યંત જરૂરિયાત છે, ત્યારે પાણી ન મળવાના કારણે પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
તંત્ર સામે રોષ: ખેડૂતો દ્વારા સંબંધિત નર્મદા વિભાગ અને વહીવટી તંત્રને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પરિણામ શૂન્ય રહ્યું છે, જેથી ધરતીપુત્રોમાં તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
