સુરત / ફેસ્ટિવલ બ્રેકિંગ:
સોનાના આસમાને પહોંચેલા ભાવની સીધી અને મોટી અસર સુરતની વિશ્વપ્રસિદ્ધ વાનગી ‘ગોલ્ડ ઘારી’ (Gold Ghari) પર જોવા મળી રહી છે. ચંદી પડવાના પવિત્ર તહેવાર પૂર્વે સુરતમાં ગોલ્ડ ઘારીના ભાવમાં પ્રતિ કિલો ₹૫,૦૦૦નો જંગી વધારો ઝીંકાયો છે.
ગોલ્ડ ઘારીના ભાવમાં ઉછાળો: ગત વર્ષે જે ગોલ્ડ ઘારી ₹૧૬,૦૦૦ પ્રતિ કિલોના ભાવે વેચાતી હતી, તેનો ભાવ આ વર્ષે વધીને ₹૨૧,૦૦૦ પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે.
સુરતીઓનો ક્રેઝ અકબંધ: ભાવમાં આટલો વિરાટ વધારો થયો હોવા છતાં ખવૈયા ગણાતા સુરતીઓમાં ગોલ્ડ ઘારી ખરીદવા માટેનો ઉત્સાહ અને ક્રેઝ સહેજ પણ ઓછો થયો નથી.
વિદેશમાં પણ ભારે માંગ: સુરત ઉપરાંત દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓ અને સુરતીઓ દ્વારા ચંદી પડવાના તહેવાર માટે ગોલ્ડ ઘારીનું એડવાન્સ બુકિંગ પણ મોટા પાયે કરાવવામાં આવી રહ્યું છે.
