અમદાવાદ / કલ્ચરલ બ્રેકિંગ:
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજથી, ૨૪ ઓક્ટોબરથી ૯ દિવસીય ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2026’ નો ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. ૧ નવેમ્બર સુધી ચાલનારા આ મહોત્સવમાં દરરોજ સવારે ૧૧ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી પુસ્તકપ્રેમીઓ માટે પ્રવેશ ખુલ્લો રહેશે.
૯ દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક:
૨૪ ઓક્ટોબર: કવિ નિરંજન ભગતની ૧૦૦મી જન્મજયંતી નિમિત્તે વિશેષ કવિ સંમેલન.
૨૫ ઓક્ટોબર: ‘રિવરફ્રન્ટ રિટ્રીટ’ અંતર્ગત પુસ્તકો અને વિચારો અંગે સંવાદ.
૨૬ ઓક્ટોબર: ગૌરાંગ વ્યાસની રચનાઓને ‘શબ્દસિમ્ફની’ દ્વારા શ્રદ્ધાંજલિ.
૨૭ ઓક્ટોબર: ગુજરાતી લોકહાસ્ય નાટક ‘જિથરો ભાભો’.
૨૮ ઓક્ટોબર: ઓસ્માન મીર અને આમીર મીરનું ‘ભજનક્લબિંગ’.
૨૯ ઓક્ટોબર: ભાગ્યેશ ઝા, શાહબુદ્દીન રાઠોડ અને સુખદેવ ધામેલિયાનો ‘હાસ્યરંગ’.
૩૦ ઓક્ટોબર: પુરુષોત્તમ રૂપાલા, વસંત ગઢવી, અરવિંદ બારોટ અને રામ મોરી સાથે ‘સાહિત્ય મને ગમે છે’.
૩૧ ઓક્ટોબર: જાણીતા ગઝલકારોની ઉપસ્થિતિમાં ગઝલની મહેફિલ.
૧ નવેમ્બર: ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ દેશભક્તિ સંગીત સાથે સમાપન.
બાળકો, લેખકો અને વર્કશોપ માટે વિશેષ ડોમ:
દરરોજ સવારે ૧૦ થી ૧ બપોરે ડોમ-૧માં ચિલ્ડ્રન્સ પેવેલિયન, બપોરે ૨ થી ૫માં ડોમ-૨ માં લેખન કાર્યશાળા અને બપોરે ૩ થી ૬ માં ડોમ-૧ માં ‘ઑથર્સ કોર્નર’ હેઠળ જાણીતા લેખકો સાથે મુલાકાત-સંવાદ યોજાશે.
