સ્પોર્ટ્સ / ક્રિકેટ બ્રેકિંગ:
ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ ખાતે રમાઈ રહેલી બીજી T-20 મેચમાં યજમાન ન્યૂઝીલેન્ડે ભારત સામે જીતવા માટે ૧૮૧ રનનો મજબૂત ટાર્ગેટ મુક્યો છે. ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
કીવી બેટરોનો ધમાકો: પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૮૦ રન બનાવ્યા હતા. જેમાં ગ્લેન ફિલિપ્સે ૭૦ રન અને બેવોન જેકબ્સે ૫૮ રનની શાનદાર ઇનિંગ રમીને ચોથી વિકેટ માટે સેન્ચુરી પાર્ટનરશિપ નોંધાવી હતી.
ભારતીય બોલિંગ આક્રમણ: ભારત તરફથી અર્શદીપ સિંહે ૨ વિકેટ ઝડપી હતી, જ્યારે ભુવનેશ્વર કુમાર, પ્રિન્સ યાદવ અને નીતિશ કુમાર રેડ્ડીને ૧-૧ વિકેટ મળી હતી.
ટીમ ઇન્ડિયામાં ૨ ફેરફાર: ઇશાન કિશન ઈજાગ્રસ્ત થતાં યુવા બેટર વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી થઈ છે જે નંબર ૩ પર બેટિંગ કરશે, જ્યારે મયંકના સ્થાને પ્રિન્સ યાદવને પ્લેઇંગ-૧૧માં સામેલ કરવામાં આવ્યો છે.