ગુજરાત / રાજકીય બ્રેકિંગ:
રાજ્યમાં અવારનવાર થતા વીજકાપ અને પાવરકટની ગંભીર સમસ્યાને લઈને આમ આદમી પાર્ટી (AAP) સંપૂર્ણપણે આક્રમક મૂડમાં આવી ગઈ છે. પક્ષના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ રાજ્ય સરકાર સામે આકરા પ્રહારો કરીને ભારે હોબાળો મચાવ્યો છે.
સરકાર પર સીધો પ્રહાર: મનોજ સોરઠીયાએ તીખો કટાક્ષ કરતા સવાલ ઉઠાવ્યો હતો કે, “બુદ્ધિહીન શાસકો છેલ્લા ૩૦ વર્ષથી કરી રહ્યા છે શું?”
પ્રજા સાથે ભેદભાવનો આક્ષેપ: તેમણે આકરા શબ્દોમાં સવાલ કર્યો હતો કે, જો મુખ્યમંત્રી કે જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાને ક્યારેય વીજળી જતી નથી, તો પછી સામાન્ય પ્રજા અને ગરીબોના ઘરે જ વીજળી કેમ અચાનક ગુલ થઈ જાય છે?
ઉદ્યોગો પર માઠી અસર: તેમણે ઉમેર્યું કે વર્તમાન સમયમાં વેપાર-ઉદ્યોગો પહેલેથી જ આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે, ત્યારે તેમને પણ જરૂરિયાત મુજબ પૂરતી વીજળી ન મળતા નાના-મોટા ઉદ્યોગકારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
