હેલ્થ અને લાઈફસ્ટાઈલ / ડાયાબિટીસ કેર:
ભાગદોડભરી જિંદગીમાં ખરાબ જીવનશૈલીના કારણે ડાયાબિટીસ અને હાઈ બ્લડ સુગરની સમસ્યા સામાન્ય બની ગઈ છે.પરંતુ જો થોડી સાવચેતી અને ડાયેટ પર ધ્યાન આપવામાં આવે તો બ્લડ સુગરને કુદરતી રીતે કંટ્રોલ કરી શકાય છે.
શારીરિક રીતે સક્રિય રહો: બ્લડ સુગર લેવલને સામાન્ય રાખવા માટે રોજિંદા જીવનમાં કસરત અથવા વોકિંગ કરવું ખૂબ જ જરૂરી છે.
પૌષ્ટિક અને પ્રોટીનયુક્ત આહાર: ડાયેટમાં લીલા શાકભાજી, તાજા ફળો અને પ્રોટીનથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.
વજન પર કંટ્રોલ રાખો: વધતું વજન શુગર લેવલ વધારવા માટે મુખ્ય જવાબદાર પરિબળ બની શકે છે. તેથી યોગ્ય આહાર અને શારીરિક પ્રવૃત્તિથી વજન નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરો.
