ભાવનગર / મહુવા બ્રેકિંગ:
ભાવનગર જિલ્લાના મહુવા શહેરના કાળભૈરવ ચોક વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની રેડ દરમિયાનનો હોવાનો દાવો કરતો એક વિવાદિત વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
દેશી દારૂના અડ્ડા પર દરોડો: મળતી માહિતી અનુસાર, કાળભૈરવ ચોક નજીક દેશી દારૂના અડ્ડા પર SMCની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન મહિલા અને SMCના અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હોવાનું વીડિયોમાં સામે આવ્યું છે.
મહિલાના ગંભીર આક્ષેપો: વાયરલ વીડિયોમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે SMCના અધિકારીઓએ તેના ઘરમાં ઘૂસીને ગેરવર્તન કર્યું હતું.
તપાસ બાદ સત્ય સામે આવશે: સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવ્યા બાદ જ આ વાયરલ વીડિયો પાછળનું સાચું સત્ય સામે આવી શકશે.
(નોંધ: લલકાર ન્યૂઝ આ વાયરલ વીડિયોની સ્વતંત્ર પુષ્ટિ કરતું નથી.)
