મુંબઈ / બોલિવૂડ બ્રેકિંગ:
મુંબઈમાં બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર થયેલા જીવલેણ ફાયરિંગ બાદ હવે અભિનેતા સલમાન ખાનની સુરક્ષા વ્યવસ્થામાં મોટો વધારો કરી દેવામાં આવ્યો છે.
ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર બુલેટપ્રૂફ સુરક્ષા: સલમાન ખાનના બાંદ્રા સ્થિત ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ’ બહાર મુંબઈ પોલીસ દ્વારા બુલેટપ્રૂફ સિક્યોરિટી કવર સાથે ભારે પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે.
લોરેન્સ ગેંગની સીધી ધમકી: ટાઇગર શ્રોફ પર થયેલા ફાયરિંગની જવાબદારી સ્વીકારતાં લોરેન્સ બિશ્નોઈ ગેંગે સલમાન ખાન અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સઘન તપાસ અને એલર્ટ: ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે સમગ્ર મામલે હાઈ એલર્ટ જાહેર કરીને સઘન તપાસ અને પેટ્રોલિંગ હાથ ધર્યું છે.
