અમદાવાદ / નાણાકીય અપડેટ:
જો તમારે બેંક ખાતા કે ચેક ક્લિયરિંગ સંબંધિત કોઈ અગત્યનું કામ હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. તહેવારોની સિઝન શરૂ થવાને કારણે ઓક્ટોબર મહિનાના ઉત્તરાધમાં દેશના વિવિધ રાજ્યોમાં બેંકો સતત બંધ રહેવાની છે.
૧૦ દિવસ બેંકોમાં કામકાજ બંધ: ૧૫ ઓક્ટોબરથી ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન દેશના અલગ-અલગ રાજ્યોમાં સ્થાનિક તહેવારો અને જાહેર રજાઓને કારણે કુલ ૧૦ દિવસ બેંકો બંધ રહેશે.
આ પણ વાંચો: સુરતના નોરતામાં ‘ધ ગ્રેટ ખલી’નો ક્રેઝ
ગુજરાતમાં ક્યારે રહેશે રજા? ગુજરાતમાં ૧૮ ઓક્ટોબર (રવિવાર) અને ૨૦ ઓક્ટોબર (દશેરા) ના રોજ બેંકોમાં રજા રહેશે.
ડિજિટલ સેવાઓ ચાલુ રહેશે: શાખાઓમાં કામકાજ બંધ રહેવા છતાં ગ્રાહકો માટે ઓનલાઈન બેંકિંગ, UPI અને ATM સેવાઓ સતત કાર્યરત રહેશે, જેથી રોકડ ઉપાડ અને ડિજિટલ ટ્રાન્સફરમાં કોઈ અડચણ નહીં આવે.
ગ્રાહકોને સલાહ: નાણાકીય લેવડ-દેવડ અને ચેક જમા કરાવવા જેવા મહત્વપૂર્ણ કામકાજ સમયસર આયોજન કરીને પૂર્ણ કરી લેવા.
