સુરત / એન્ટરટેઇનમેન્ટ & ફેસ્ટિવલ:
ડાયમંડ સિટી સુરતની વિશ્વપ્રસિદ્ધ નવરાત્રિમાં આ વખતે એક અનોખો રોમાંચ જોવા મળ્યો છે. વિશ્વવિખ્યાત WWF/WWE રેસલર ‘ધ ગ્રેટ ખલી’ સુરતના ખાસ મહેમાન બન્યા હતા અને ગરબા ગ્રાઉન્ડમાં તેમની હાજરીથી ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ છવાઈ ગયો હતો.
પ્રથમ વાર સુરતની મુલાકાત: ધ ગ્રેટ ખલી સૌ પ્રથમ વાર સુરત શહેરની મુલાકાતે આવ્યા છે. સુરત આગમન સાથે જ ફેન્સ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
DJના તાલે ઝૂમ્યા ખલી: નવરાત્રિ મહોત્સવમાં પહોંચેલા ખલી ડી.જે. ના ધમાકેદાર તાલે પોતે પણ ઝૂમી ઉઠ્યા હતા અને ગરબાના તાલે તાળીઓ પાડીને નવરાત્રિના પવિત્ર માહોલનો ભરપૂર આનંદ માણ્યો હતો.
સુરતીઓના કર્યા વખાણ: ગરબા રમતા ખેલૈયાઓનો ઉત્સાહ જોઈને ખલી પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તેમણે સુરતના લોકોના આતિથ્યસત્કાર અને સુરતી મિજાજના મુક્તકંઠે વખાણ કર્યા હતા.
