આંતરરાષ્ટ્રીય / એવિએશન બ્રેકિંગ:
સાઉદી અરેબિયામાં સર્જાયેલી તાજેતરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની ફ્લેગ કેરિયર એરલાઈન ‘એર ઈન્ડિયા’ એ એક અત્યંત મહત્વનો અને મોટો નિર્ણય લીધો છે. મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સાઉદી અરેબિયાના મુખ્ય શહેરો માટેની તમામ વિમાન સેવાઓ કામચલાઉ ધોરણે સ્થગિત કરી દેવામાં આવી છે.
૨૦ ઓક્ટોબર સુધી ફ્લાઇટ્સ રદ: એર ઇન્ડિયા દ્વારા સાઉદી અરેબિયાના રિયાધ, દમ્મામ અને જેદ્દાહ જતી તેમજ ત્યાંથી ભારત આવતી તમામ ડાયરેક્ટ અને કનેક્ટિંગ ફ્લાઇટ્સ ૨૦ ઓક્ટોબર સુધી રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
સુરક્ષા પહેલી પ્રાથમિકતા: એરલાઈન પ્રવક્તાએ જણાવ્યું કે મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સલામતી જાળવવા માટે સમગ્ર પરિસ્થિતિ પર સતત બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.
સમીક્ષા બાદ નિર્ણય: ૨૦ ઓક્ટોબર બાદ સમગ્ર સ્થિતિની તારણો સાથે આંકલન અને સમીક્ષા કર્યા બાદ જ વિમાન સેવાઓ પૂર્વવત શરૂ કરવા અંગે આગામી નિર્ણય લેવામાં આવશે.
