નવરાત્રિના પાવન પર્વ દરમિયાન સમગ્ર ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં વધી રહેલા વીજકાપ અને ટ્રિપિંગની સમસ્યાને લઈને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
સંપૂર્ણ સંતુલન ખોરવાયું: ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે પાવર જનરેશન અને માગ વચ્ચેનું સંતુલન જાળવવામાં ભાજપ સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ નિવડી છે.
ગામડાં અને ખેતી સાથે ભેદભાવ: શહેરો અને ઉદ્યોગોને સતત વીજ પુરવઠો આપવા માટે ગામડાં તથા ખેતીવાડીની વીજળી કાપવાનું કાવતરું રચવામાં આવી રહ્યું હોવાનો તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે.
સોલાર-પવનચક્કી કંપનીઓને ફાયદો: તેમણે દાવો કર્યો કે ખાનગી સોલાર અને પવનચક્કી કંપનીઓને આર્થિક ફાયદો કરાવવા માટે રાજ્યમાં વીજસંકટ ઊભું કરવામાં આવી રહ્યું છે.
ગરબા ટાણે જ વીજળી ગુલ: સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ સહિતના ગ્રામીણ વિસ્તારોમાં તહેવારોના દિવસોમાં આરતી અને ગરબા સમયે જ લાઈટો ગુલ થઈ જાય છે અને અધિકારીઓ બહાના બતાવી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
સરકારને કડક ચેતવણી: ઇટાલિયાએ ચીમકી આપી છે કે જો સરકાર વહેલી તકે વીજ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં લાવે તો આગામી દિવસોમાં જનતાનો ભારે આક્રોશ વેઠવો પડશે.
આ પણ વાંચો: કળિયુગી પિતાએ પેટ્રોલ છાંટીને પુત્રને જીવતો સળગાવ્યો!
