અમદાવાદ / ક્રાઈમ અને આરોગ્ય:
અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) ના આરોગ્ય વિભાગે એક એસ્ટેટમાં દરોડો પાડીને નકલી ટમેટા કેચઅપ બનાવવાના મોટા કારખાનાનો પર્દાફાશ કર્યો છે.
ટમેટાં વગર બનતો હતો ‘ટમેટા સોસ’: દરોડા દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે કે કેચઅપ બનાવવા માટે ટમેટાંના બદલે બટાકાનો પલ્પ, સ્ટાર્ચ, કૃત્રિમ રંગ અને એસિડિક એસિડ નો ઉપયોગ કરવામાં આવતો હતો.
આ પણ વાંચો: ‘પાઘડી મેન’અનુજ મુદલિયારે લંડનમાં ડંકો વગાડ્યો
૨ ટન જથ્થો સીઝ કરાયો: આરોગ્ય વિભાગની ટીમે ઘટનાસ્થળેથી અંદાજે બે ટન (૨,૦૦૦ કિલો) શંકાસ્પદ કેચઅપનો જથ્થો જપ્ત કર્યો છે.
લેબોરેટરી ચકાસણી: સ્થળ પરથી નમૂનાઓ લઈને વધુ ચકાસણી માટે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ જપ્ત કરાયેલા જથ્થાની ગુણવત્તા અને કાયદેસરના પગલાં અંગે સ્થિતિ સ્પષ્ટ થશે.
ગંભીર સવાલો: ફાસ્ટફૂડ સાથે પીરસાતા કેચઅપમાં થતી આ ભેળસેળથી નાગરિકોના સ્વાસ્થ્ય પર મોટું જોખમ ઊભું થયું છે.
