સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું કે હિંદુ ધર્મમાંથી બીજા ધર્મમાં ધર્માંતરણ કર્યા પછી અનામતનો લાભ મળી શકે નહીં. કોર્ટે તમિલનાડુ સરકારનો 2024 નો આદેશ રદ કરતા મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે. તમિલનાડુ સરકારે કહ્યું હતું કે SC, BC, MBC માંથી ઇસ્લામ અપનાવનારને 7 નોટિફાઇડ મુસ્લિમ પછાત જાતિમાં ગણીને BC (Muslim) અનામત આપવી. જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને શ્રી ચંદ્રશેખરની બેન્ચે કહ્યું કે સામાજિક પછાતતા એક ધર્મમાંથી બીજા ધર્મમાં ટ્રાન્સફર થતી નથી. માત્ર ધર્મ બદલવાથી કોઈ વ્યક્તિ પછાત વર્ગનો સભ્ય બની જતો નથી. આ કૃત્રિમ રસ્તો ગેરબંધારણીય છે. કોર્ટે રાજ્ય સરકારની અરજી ફગાવી દીધી.
