સાંસ્કૃતિક / આંતરરાષ્ટ્રીય બ્રેકિંગ:
ગુજરાતની ભવ્ય સંસ્કૃતિ અને લોકપરંપરાને વૈશ્વિક મંચ પર નવી ઓળખ અપાવનાર ‘પાઘડી મેન’ અનુજ મુદલિયારે અનોખી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
લંડન ખાતે વિશેષ સન્માન: સમગ્ર ભારતમાંથી પ્રથમ એવા ‘પાઘડી મેન’ તરીકે જાણીતા અનુજ મુદલિયારને લંડનની બ્રિટિશ પાર્લામેન્ટ ખાતે ‘વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સ – પાઘડી મેન′ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
પાઘડી પરંપરાનો પ્રસાર: તેમણે ગુજરાત અને ભારતની સદીઓ જૂની પાઘડી પહેરવાની કળા અને સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવા સતત પ્રયાસો કર્યા છે.
વૈશ્વિક મંચ પર બહુમાન: બ્રિટિશ પાર્લામેન્ટમાં મળેલું આ પ્રતિષ્ઠિત સન્માન માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારતના પ્રથમ એવા ‘પાઘડી મેન’ તરીકેની ઓળખ છે.