વોટ્સએપનું મોસ્ટ અવેઈટેડ ફીચર લોન્ચ: લો-ડેટા મોડ અને નોઈઝ કેન્સલેશન સાથે મફત કોલિંગ
વોટ્સએપે તેના યુઝર્સ માટે સૌથી મોટું કોલિંગ અપડેટ રજૂ કર્યું છે. મેટા ની આ એપે હવે નવું લો-ડેટા કોલિંગ આર્કિટેક્ચર લોન્ચ કર્યું છે, જેનાથી નબળા નેટવર્ક અને રિમોટ વિસ્તારમાં પણ ખૂબ ઓછા ડેટામાં અનલિમિટેડ વોઈસ અને વિડીયો કોલ કરી શકાશે.
આ અપડેટમાં સૌથી મોટી ખાસિયત ક્રિસ્ટલ ક્લિયર સાઉન્ડ અને એડવાન્સ નોઈઝ કેન્સલેશન ટેકનોલોજી છે. પબ્લિક પ્લેસ કે મુસાફરી દરમિયાન આસપાસનો અવાજ ઓટોમેટિક ઓછો થઈ જશે, જેથી સામેની વ્યક્તિને સ્પષ્ટ અવાજ સંભળાશે. ગ્રુપ કોલિંગમાં પણ કોલ ડ્રોપની સમસ્યા દૂર કરવામાં આવી છે.
કંપનીએ પ્રાઈવસી જાળવી રાખી છે, તમામ કોલ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે. આ ફીચર Android અને iOS બંને પર રોલઆઉટ થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ, વેપારીઓ અને ગ્રામીણ યુઝર્સને રિચાર્જ વગર કનેક્ટિવિટી મળતા આર્થિક ફાયદો થશે.
આ પણ વાંચો: અમેરિકામાં હિંદુઓ પરિવાર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ
