મુંબઈ / બોલિવૂડ બ્રેકિંગ:
બોલિવૂડ અભિનેતા આમિર ખાનના ભાણેજ અને જાણીતા એક્ટર ઇમરાન ખાન કાયદાકીય મુશ્કેલીમાં મુકાયા છે. મુંબઈ પોલીસે તેમને ૨૮ ઓક્ટોબર સુધીમાં ભારત છોડી દેવાનો નિર્દેશ આપ્યો છે.
કાર્યવાહીનું કારણ: ભારતીય નાગરિકતા ન હોવા છતાં CJP વિરોધ પ્રદર્શન (Protest) માં ભાગ લેવા બદલ મુંબઈ પોલીસ દ્વારા ઈમિગ્રેશન એક્ટની સંબંધિત કલમો હેઠળ તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.
અમેરિકી નાગરિકતા: ૧૩ જાન્યુઆરી, ૧૯૮૩ના રોજ અમેરિકાના વિસ્કોન્સિનમાં જન્મેલા ઇમરાન ખાન પાસે અમેરિકાનો પાસપોર્ટ (US Passport) અને ભારતનું ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા (OCI) કાર્ડ છે.
નિયમોનું ઉલ્લંઘન: વિદેશી નાગરિકતા કે OCI કાર્ડ ધરાવતી વ્યક્તિઓ પર ભારતમાં રાજકીય કે વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવા અંગેના નિયમોનો ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેને પગલે આ કડક નોટિસ ફટકારવામાં આવી છે.
