ઈલિનોઈસ (US) / આંતરરાષ્ટ્રીય બ્રેકિંગ:
અમેરિકાના ઈલિનોઈસ રાજ્યમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં સ્થિત ઔરોરા શહેર નજીક આવેલા હિન્દુ મંદિરને નિશાન બનાવીને માસ શૂટિંગ (અંધાધૂંધ ગોળીબાર) કરવાનું મોટું ષડયંત્ર પોલીસે નિષ્ફળ બનાવ્યું છે.
૧૯ વર્ષના શૂટરની ધરપકડ: પોલીસે એલેક્ઝાન્ડ્રોસ પેપોરાકિસ (Alexandros Paporakis) નામના ૧૯ વર્ષના હુમલાખોરની અટકાયત કરીને તેની સામે ત્રાસવાદી ધમકી આપવા અને ગેરકાયદે હથિયાર રાખવા બદલ ગુનો દાખલ કર્યો છે.
ગન જામ થતાં ટળી મોટી ઘટના: મળતી વિગતો અનુસાર, હુમલાખોર મંદિરમાં ગોળીબાર કરવાના ઈરાદાથી પહોંચ્યો હતો, પરંતુ છેલ્લી ઘડીએ તેની રાયફલ જામ થઈ જતાં તે ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો.
હથિયારો અને વિરોધી સામગ્રી જપ્ત: પોલીસે તપાસ દરમિયાન આરોપીના ઘરેથી આત્મઘાતી મેનિફેસ્ટો, બોડી આર્મર, મશીનગન અને ભારે માત્રામાં આપત્તિજનક સામગ્રી તથા હથિયારો કબ્જે કર્યા છે.
તપાસ તેજ: અમેરિકાની લોકલ પોલીસ અને એફબીઆઈ (FBI) દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
