શહેરના પોશ ગણાતા શ્યામલ વિસ્તારમાં આજે સવારે એક મોટી હોનારત સર્જાતા રહી ગઈ છે. શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા Shangrila-2 Arcade માં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે ગ્રાઉન્ડ ફ્લોરથી શરૂ થઈને સીધી ઉપરના માળે આવેલા HR Fitness Gym સુધી ફેલાઈ ગઈ હતી, જેને પગલે અફરાતફરી મચી ગઈ હતી.
જિમમાં ફસાયેલા લોકો માટે ફાયર બ્રિગેડ બની દેવદૂત
આગ લાગી ત્યારે કોમ્પ્લેક્સમાં આવેલા જિમમાં 25થી 30 જેટલા લોકો કસરત કરી રહ્યા હતા. આગના ધુમાડાના ગોટેગોટા ઉપર સુધી પહોંચતા આ લોકો ત્યાં જ ફસાઈ ગયા હતા.
-
The Rescue: ઘટનાની જાણ થતા જ Ahmedabad Fire Brigade ની અનેક ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ જિમમાં ફસાયેલા તમામ 30 People Rescued કર્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
-
Massive Damage: આગ કોટક મહિન્દ્રા બેન્કના ATM પાસેના ભાગે લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. પાર્કિંગમાં ઉભેલા અનેક ટૂ-વ્હીલર અને અન્ય વાહનો બળીને ખાખ થઈ ગયા છે.
શોર્ટ સર્કિટ હોવાની આશંકા: ફાયર સેફ્ટી સામે સવાલો?
આગ ધીમે ધીમે વિકરાળ બનીને ઉપરના માળે ફેલાઈ હતી, જેના કારણે આખા કોમ્પ્લેક્સમાં કાળો ધુમાડો છવાઈ ગયો હતો.
-
Cause of Fire: પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.
-
Fire Fighting Operation: ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને આગ પર કાબૂ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી છે.
-
Investigation: હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે, પરંતુ કોમ્પ્લેક્સમાં Fire Safety ના સાધનો કાર્યરત હતા કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.