વિશ્વની સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp દ્વારા તેના કરોડો યુઝર્સની સુવિધા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને નવું ફીચર રજૂ કરવામાં આવી રહ્યું છે. તાજેતરના લેટેસ્ટ અપડેટ મુજબ, હવે યુઝર્સને તેમની મહત્વપૂર્ણ ચેટ્સનો બેકઅપ લેવા માટે વધુ એક નવો વિકલ્પ મળવા જઈ રહ્યો છે. અત્યાર સુધી એન્ડ્રોઇડ યુઝર્સ Google Drive પર અને આઇફોન યુઝર્સ iCloud પર નિર્ભર રહેતા હતા, પરંતુ હવે ચેટ બેકઅપ સેક્શનની અંદર ‘WhatsApp Cloud Backup’ નો વિકલ્પ પણ જોવા મળી રહ્યો છે.
આ નવી સુવિધા હેઠળ WhatsApp દ્વારા યુઝર્સને તેમના ચેટ બેકઅપ માટે 2GB સુધીની સ્ટોરેજ આપવામાં આવશે. આ વિકલ્પ ખાસ કરીને એવા યુઝર્સ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જેમની Google Drive અથવા iCloud સ્ટોરેજ ફુલ થઈ ગઈ હોય છે. જોકે, કંપનીની પોલિસી મુજબ 2GBની મર્યાદા કરતાં વધુ સ્ટોરેજનો ઉપયોગ કરવા પર યુઝર્સે ચુકવણી (સબ્સ્ક્રિપ્શન ચાર્જ) કરવી પડશે. આમ, ટૂંક સમયમાં જ Google Drive અને iCloudના વિકલ્પ તરીકે WhatsAppનું પોતાનું ક્લાઉડ બેકઅપ પ્લેટફોર્મ યુઝર્સ માટે ઉપલબ્ધ થઈ શકે છે.
