ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં નવો ઇતિહાસ રચી દીધો છે. એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 (Asia Cup Rising Stars 2026) ટુર્નામેન્ટમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) સામે રમાયેલા મુકાબલામાં વૈભવે મેદાન પર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવતા ક્રિકેટનો સૌથી મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
UAEના બોલરોની ધોલાઈ કરતા વૈભવ સૂર્યવંશીએ માત્ર 52 બોલમાં જ પોતાની બેવડી સદી (ડબલ સેન્ચ્યુરી) પૂરી કરી હતી. આ ઐતિહાસિક ઇનિંગ સાથે તેણે લિસ્ટ-A ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવી દીધો છે. પોતાની આ તોફાની અને યાદગાર ઇનિંગ દરમિયાન વૈભવે અકલ્પનીય બેટિંગનું પ્રદર્શન કરતા એક-બે નહીં પરંતુ પૂરા 28 ગગનચુંબી સિક્સર ફટકાર્યા હતા, જેને જોઈને ક્રિકેટ ચાહકો અને દિગ્ગજો પણ દંગ રહી ગયા છે.
