વોટર હેન્ડલિંગ અને પમ્પિંગ સિસ્ટમ્સના વૈશ્વિક ઉત્પાદક DAB Pumps દ્વારા ભારતમાં તેની અત્યાધુનિક સ્માર્ટ ઇલેક્ટ્રોનિક પ્રેશર બૂસ્ટર પંપની ‘EsyBox’ સિરીઝનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું છે. આ લોન્ચિંગ નિમિત્તે અમદાવાદ ખાતે કંપનીના અધિકૃત ડિસ્ટ્રિબ્યુટર Hydrovision Pumpsના સહયોગથી એક વિશેષ પ્રોડક્ટ શોકેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રહેણાક, વ્યાપારી અને ઔદ્યોગિક ઉપયોગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી આ નવી પંપ સિરીઝમાં વેરિએબલ ફ્રિક્વન્સી ડ્રાઇવ (VFD) ઇન્વર્ટર ટેક્નોલોજી, એક્સપાન્શન ટાંકી, સેન્સર્સ અને વાયરલેસ કનેક્ટિવિટી જેવી સુવિધાઓને એક જ કોમ્પેક્ટ સિસ્ટમમાં સંકલિત કરવામાં આવી છે. આ સિસ્ટમ પાણીની વાસ્તવિક સમયની જરૂરિયાત મુજબ મોટરની ગતિને આપમેળે નિયંત્રિત કરે છે, જેનાથી પાણીનું દબાણ સતત જળવાઈ રહે છે, વીજળીના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને વોટર હેમર જેવી સમસ્યાઓથી પણ બચી શકાય છે.
લોન્ચિંગ પ્રસંગે DAB Pumpsના હેડ – ઇન્ડિયા ઓપરેશન્સ સતીષ કસ્તુર્કરે જણાવ્યું હતું કે, ભારતીય ગ્રાહકો માટે શ્રેષ્ઠ કામગીરી, ઊર્જા કાર્યક્ષમતા અને સરળ ઉપયોગનો સમન્વય કરતી ટેક્નોલોજી લાવવી એ અમારો મુખ્ય ઉદ્દેશ છે, અને ગુજરાતમાં અમારી હાજરી વધુ મજબૂત બનાવવા Hydrovision Pumps સાથેની ભાગીદારી અત્યંત મહત્ત્વપૂર્ણ છે. Hydrovision Pumps Pvt. Ltd.ના ડિરેક્ટર જિગ્નેશ શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2025માં ભારતીય બજારમાં પ્રવેશ કર્યા બાદ તમિલનાડુ, બેંગલુરુ, તેલંગાણા અને દિલ્હી-NCR પછી હવે કંપની ગુજરાતમાં વિસ્તરણ કરી રહી છે, અને EsyBox આ સફરનું મુખ્ય કેન્દ્ર છે. આ ઉપરાંત, DAB Pumpsના ટ્રેનર એન્જિનિયર આલ્બર્ટો સાર્તોરાટોએ પંપની સંકલિત ટેક્નોલોજી અને ડાયગ્નોસ્ટિક સુવિધાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
આ સિરીઝમાં બિલ્ટ-ઇન Wi-Fi અને Bluetooth કનેક્ટિવિટી આપવામાં આવી છે, જેના દ્વારા વપરાશકર્તાઓ DABની એપ્લિકેશન પર રિમોટ મોનિટરિંગ અને એલર્ટ મેળવી શકે છે. વોટર-કૂલ્ડ મોટર્સ અને સાઉન્ડ-ડેમ્પનિંગ એન્ક્લોઝર્સને કારણે આ પંપ અત્યંત ઓછા અવાજ સાથે ચાલે છે, જેથી તેને ઘરની અંદર પણ સરળતાથી ઇન્સ્ટોલ કરી શકાય છે. આ પ્રોડક્ટ રેન્જમાં ઘરેલું ઉપયોગ માટે EsyBox Pop અને EsyBox Mini, મકાનો અને વિલાસ માટે EsyBox, સિસ્ટર્નમાં ઇન્સ્ટોલેશન માટે EsyBox Diver તેમજ મોટા સંકુલો, હોટેલ્સ અને વ્યાપારી ઇમારતો માટે EsyBox Maxનો સમાવેશ થાય છે. 120થી વધુ દેશોમાં કાર્યરત DAB Pumpsના આ નવા સોલ્યુશન્સ વર્ટિકલ, હોરિઝોન્ટલ અને વોલ-માઉન્ટેડ એમ વિવિધ રીતે ઇન્સ્ટોલ કરી શકાય છે.
