રાજકોટના દૂધ ગ્રાહકોને મોંઘવારીનો વધુ એક ઝટકો: ખાનગી ડેરીઓએ દૂધના ભાવમાં પ્રતિ લીટરે ₹2 થી ₹4નો વધારો ઝીંક્યો, જાણો નવા ભાવ
રાજકોટ શહેરના દૂધ ગ્રાહકો અને મધ્યમ વર્ગના પરિવારો પર મોંઘવારીનો વધુ એક મોટો ફટકો પડ્યો છે. શહેરના ડેરી મર્ચન્ટ એસોસિએશનના નિર્ણય બાદ રાજકોટની ખાનગી ડેરીઓએ છૂટક દૂધના ભાવમાં પ્રતિ લીટરે ₹૨ થી ₹૪ સુધીનો ભાવવધારો લાગુ કરી દીધો છે. રોજિંદા વપરાશની અત્યંત આવશ્યક ચીજવસ્તુ ગણાતા દૂધના ભાવ વધતા ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાયું છે.
ફેટ મુજબ દૂધના નવા ભાવનું લિસ્ટ:
ખાનગી ડેરીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ભાવ મુજબ, દૂધના ફેટ પ્રમાણે અલગ-અલગ દર નક્કી કરવામાં આવ્યા છે:
સામાન્ય પરિવારોના ઘરખર્ચમાં થશે સીધો વધારો
એક તરફ શાકભાજી, ખાદ્યતેલ અને ગેસ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે બીજી તરફ હવે દૂધના ભાવમાં પણ વધારો ઝીંકાતા રાજકોટના હજારો પરિવારોના ઘરખર્ચમાં સીધો વધારો થશે. ખાસ કરીને નાના બાળકો અને વડીલો ધરાવતા પરિવારો પર આ ભાવવધારાની સીધી આર્થિક અસર જોવા મળી રહી છે.
