નેપાળમાં વહેલી સવારે ધરતી ધ્રૂજી: 4.9ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા
પડોશી દેશ નેપાળમાં વહેલી સવારે આશરે ૪ વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાતા લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. મીઠી નિંદ્રામાં સૂતેલા લોકો ધરતી ધ્રૂજવાનો અહેસાસ થતાં જ ગભરાઈને ઘરની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.
ભૂકંપની તીવ્રતા અને કેન્દ્રબિંદુ
સિસ્મોલોજી સેન્ટર દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, ભૂકંપની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
-
તીવ્રતા: રિક્ટર સ્કેલ પર ૪.૯ નોંધાઈ હતી.
-
સમય: વહેલી સવારે આશરે ૪:૦૦ વાગ્યે આંચકા અનુભવાયા હતા.
-
ઊંડાઈ: ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી ૭૩ કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું.
રાહતની વાત એ છે કે,ભૂકંપના આંચકા બાદ અત્યાર સુધી કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. તેમ છતાં, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
