સુરત / ક્રાઈમ બ્રેકિંગ:
દિવાળીના તહેવારો ટાણે જ સુરત જિલ્લામાં બુટલેગરોની સક્રિયતા સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ ત્રાટકી છે. માંગરોળ તાલુકાના પાલોદ પોલીસ સ્ટેશનની હદમાં આવતા સુરત-વડોદરા નેશનલ હાઈવે-૪૮ પર આવેલી હોટલ રોયલ ઇન સામે SMC દ્વારા ઓચિંતી મોટી રેડ કરવામાં આવી હતી, જેનાથી પોલીસ બેડામાં પણ દોડધામ મચી ગઈ છે.
લાખોનો વિદેશી દારૂ અને મુદ્દામાલ જપ્ત:
આ દરોડા દરમિયાન પોલીસે બાતમીના આધારે ટ્રક અને અન્ય વાહનોમાંથી વિદેશી દારૂ અને બિયરની આશરે ૧૭૪ પેટી (કુલ ૬,૬૫૧ નંગ બોટલો) જપ્ત કરી છે. દારૂ, વાહનો, મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂ. ૪૨,૫૬,૦૦૦ (બ્યાસી લાખ છપન્ન હજાર) નો મસમોટો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
બે આરોપીઓની ધરપકડ, ૫ વોન્ટેડ:
આ કાર્યવાહીમાં પોલીસે હર્ષ પટેલ (રહે. કોચરવા, વાપી) અને સોહન રાજવાટ (રહે. દમણ)ની સ્થળ પર જ ધરપકડ કરી લીધી છે. જ્યારે દમણ અને અન્ય સ્થળોના ૫ જેટલા માલ મંગાવનાર મુખ્ય સૂત્રધાર શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે પાલોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
