એન્ટરટેઈનમેન્ટ બ્રેકિંગ:
બોલિવૂડના દબંગ સ્ટાર રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ: પાર્ટ ૧’ને લઈને સિનેમા જગતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. બોમ્બે હાઈકોર્ટે આ ફિલ્મની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને મહત્વપૂર્ણ ‘કોપીરાઇટ સુરક્ષા’ પ્રદાન કરી છે.કોર્ટે ફિલ્મનું કોઈપણ પ્રકારનું અનધિકૃત રેકોર્ડિંગ, લીક કે ડિજિટલ સ્ટ્રીમિંગ કરવા પર સખત પ્રતિબંધ મૂક્યો છે.
ગોડપાવર મીડિયાની અરજી બાદ આદેશ:
ગોડપાવર મીડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે પાઈરેસી અને લીક જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે આ કડક આદેશ જારી કર્યો છે.
રિલીઝ પહેલાં જ ₹૭૩ કરોડની કમાણી:
આગામી ૫ નવેમ્બર ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં ધમાકેદાર પ્રવેશન કરનારી આ ફિલ્મે રીલિઝ પહેલા જ દર્શકોમાં ભારે ક્રેઝ ઊભો કર્યો છે. ફિલ્મે માત્ર એડવાન્સ બુકિંગના માધ્યમથી જ જબરદસ્ત ₹૭૩ કરોડની કમાણી કરી લીધી છે. બીજી તરફ, સોશિયલ મીડિયા પર થઈ રહેલા ટ્રોલિંગ અંગે અભિનેતા રણબીર કપૂરે અત્યંત શાંતિપૂર્ણ પ્રતિક્રિયા આપી છે.
