મોડાસા / અરવલ્લી બ્રેકિંગ:
આમ આદમી પાર્ટીના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અને તેમને ન્યાય અપાવવા માટે ચાલી રહેલી ‘આદિવાસી ન્યાય યાત્રા’ નો ૧૦મો દિવસ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પહોંચ્યો હતો. આ પ્રસંગે ‘આપ’ નેતા ગોપાલ ઇટાલિયાએ એક વિશેષ પત્રકાર પરિષદ યોજીને સરકાર સામે આક્રમક રૂખ અપનાવ્યો હતો.
ષડયંત્ર હેઠળ જેલમાં પૂર્યાનો આક્ષેપ:
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર સામે અવાજ ઉઠાવનાર અને લોભ-લાલચથી ક્યારેય ન ડરનાર ચૈતરભાઈ વસાવાને રાજકીય ષડયંત્ર રચીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. આદિવાસી સમાજના જળ, જમીન, જંગલ, શિષ્યવૃત્તિ અને શાળાઓની ગેરરીતિઓ સામે લડનાર નેતાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો તેમણે દાવો કર્યો હતો.
૨૦૨૭માં જનતા આપશે જડબાતોડ જવાબ:
શકુંતલાબેન અને વર્ષાબેન વસાવાના નેતૃત્વમાં નીકળેલી આ યાત્રાને મળી રહેલા જનસમર્થન અંગે વાત કરતા ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, ગામડે-ગામડેથી મળી રહેલા આશીર્વાદ દર્શાવે છે કે જનતા ૨૦૨૭ની ચૂંટણીમાં ‘જેલનો જવાબ વોટથી’ આપીને સરકારને અરીસો બતાવશે.
