અમદાવાદ / સિટી બ્રેકિંગ:
અમદાવાદના આંતરરાષ્ટ્રીય સ્તરના સરદાર વલ્લભભાઈ પટેલ (SVPI) એરપોર્ટ પર પ્રવાસીઓ અને વાહનચાલકોની સુરક્ષા સામે મોટો સવાલ ઊભો કરતી ઘટના સામે આવી છે. એરપોર્ટના અતિવ્યસ્ત અને સંવેદનશીલ ગણાતા પીકઅપ પોઇન્ટ પાસે જ અચાનક રસ્તો બેસી જવાથી મોટો ભુવો પડ્યો છે.
તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો:
એરપોર્ટ જેવા હાઈ-પ્રોફાઈલ અને મહત્વપૂર્ણ વિસ્તારમાં આ પ્રકારે રસ્તો બેસી જવાની ઘટનાથી તંત્રની પ્રી-મોન્સૂન કે મેન્ટેનન્સ કામગીરીની પોલ ખુલી ગઈ છે. રોજબરોજ હજારો વાહનો અને લાખો મુસાફરોની અવરજવર રહેતી હોય તેવા સ્થળે આ પ્રકારની લાપરવાહી સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મુસાફરો અને વાહનચાલકોને હાલાકી:
ઘટનાની જાણ થતાં જ સાવચેતીના ભાગરૂપે ભુવાવાળા વિસ્તારની આસપાસ બેરિકેડિંગ કરીને તેને સુરક્ષિત કરવામાં આવ્યો છે. જોકે, રોડનો એક ભાગ સાંકડો થઈ જવાથી વાહનચાલકો અને મુસાફરોને પીકઅપ અને ડ્રોપ ડાઉન સમયે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
