ભાવનગર / મહુવા બ્રેકિંગ:
ભાવનગર જિલ્લાના જાણીતા મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા દિવાળીના પાવન તહેવારોની ઉજવણીને ધ્યાનમાં રાખીને યાર્ડનું તમામ વ્યાપારી અને હરાજીનું કામકાજ સતત આઠ દિવસ માટે બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
૮ દિવસ તમામ કામકાજ ઠપ રહેશે:
મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વિશાલ પાચાણી દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, આગામી તારીખ ૬ નવેમ્બર શુક્રવારથી ૧૩ નવેમ્બર સુધી યાર્ડમાં જણસીની ખરીદ-વેચાણ હરાજી સહિતની તમામ પ્રકારની કામગીરી સંપૂર્ણપણે બંધ રહેશે. આ અંગે તમામ ખેડૂત ભાઈઓ, કમિશન એજન્ટો, વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ સંચાલકોને અગાઉથી જ નોંધ લેવા માટે જણાવાયું છે.
લાભ પાંચમથી યાર્ડ ફરી ધમધમશે:
તહેવારોની રજાઓ પૂરી થયા બાદ તારીખ ૧૩ નવેમ્બર શુક્રવારના રોજ સાંજે ૪ કલાકથી તમામ પ્રકારની જણસીની આવકને યાર્ડમાં પુનઃ પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ તારીખ ૧૪ નવેમ્બરના રોજ ‘લાભ પાચમ’ના શુભ દિવસે નિયમિતપણે તમામ જણસીની હરાજીની કાર્યવાહી ફરીથી શરૂ કરવામાં આવશે.
