સુરત / રેલવે બ્રેકિંગ:
દિવાળી અને મહાપર્વ છઠ પૂજાની ઉજવણી કરવા માટે પોતાના વતન ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જવા માટે સુરત અને આસપાસના વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકો અને પરિવારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. જેના કારણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર શનિવાર અને રવિવારે ભારે ભીડ જોવા મળી રહી છે.
પ્લેટફોર્મ પર માનવમેળા જેવું દ્રશ્ય:
વતનની વાટ પકડવા માટે હજારોની સંખ્યામાં મુસાફરો ઉધના સ્ટેશને પહોંચી જતા પ્લેટફોર્મ પર પગ મૂકવાની પણ જગ્યા બચી નથી. ટ્રેનોમાં ચઢવા માટે મુસાફરો વચ્ચે ભારે ધક્કામુક્કી અને પડાપડી જોવા મળી રહી છે. જનરલ તેમજ સ્લીપર કોચમાં ભારે ભીડના કારણે લોકોને મુસાફરીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
તંત્ર દ્વારા વ્યવસ્થા અને સુરક્ષા:
મુસાફરોની અસહ્ય ભીડ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન અને પોલીસ દ્વારા સ્ટેશન પર વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી અનિચ્છનીય બનાવ અટકી શકે અને મુસાફરો સુરક્ષિત રીતે પોતાની મુસાફરી શરૂ કરી શકે.
