સુરત / રાજકીય બ્રેકિંગ:
આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત ગુજરાત પ્રવાસ અને વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરત ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ દક્ષિણ ઝોનની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સુરતના સાયન્સ સેન્ટર ખાતે મળેલી આ બેઠકમાં સંગઠન અને સરકાર વચ્ચે સંકલન સાધીને આગામી રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટિલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમજ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
દક્ષિણ ઝોન હેઠળ આવતા અંદાજે ૮ જેટલા જિલ્લાઓના પ્રતિનિધિઓ, સાંસદો, ધારાસભ્યો અને પાર્ટીના પ્રમુખ હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકરો આ બેઠકમાં જોડાયા હતા. આગામી ચૂંટણીઓમાં વિજયી રથ જાળવી રાખવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે નેતાઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
