રાજકીય / ગુજરાત બ્રેકિંગ:
આદિવાસી સમાજના હક અને અધિકારો માટે વર્ષોથી અવાજ ઉઠાવનાર અને હાલ જેલમાં બંધ ડેડીયાપાડાના લોકપ્રિય ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં શરૂ કરાયેલી ‘આદિવાસી ન્યાય યાત્રા’ને જનતાનો વિશાળ અને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.
પ્રથમ દિવસે જનતાનો ઉત્સાહ: યાત્રાના પ્રથમ દિવસે જ હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો, યુવાનો અને મહિલાઓ જોડાયા હતા. ચૈતર વસાવા સીધા લોકપ્રશ્નો માટે લડતા હોવાથી આજે તેમની ગેરહાજરીમાં તેમના ધર્મપત્નીઓ અને પક્ષના આગેવાનોએ આ જનજાગૃતિ અભિયાનનું બીડું ઝડપ્યું છે.
હકો અને ન્યાય માટેની લડાઈ: આદિવાસી સમાજની વર્ષોથી પડતર રહેલી માંગણીઓ અને જળ-જંગલ-જમીનના હકો માટે આ યાત્રા ગામડાઓ સુધી ફરી રહી છે. આગામી દિવસોમાં આ યાત્રા વધુ વ્યાપક બને અને વધુમાં વધુ લોકો તેમાં જોડાય તેવી નેતાઓએ અપીલ કરી છે.
