ઈન્ટરનેશનલ / ગ્લોબલ વોર્નિંગ:
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર યુદ્ધનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર નવા લશ્કરી હુમલા કરવાની ખુલ્લી ચેતવણી આપી છે, જેના જવાબમાં ઈરાને આખા વિશ્વને ચોંકાવી દેનારો વળતો પ્લાન તૈયાર કર્યો છે.
સમુદ્ર નીચેની ઈન્ટરનેટ કેબલ્સ નિશાના પર: ઈરાની સુરક્ષા અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર ફરી હુમલો કરવામાં આવશે, તો ઈરાન ખાડી વિસ્તારમાં (Persian Gulf) સમુદ્ર નીચે પથરાયેલી મુખ્ય સંચાર ઈન્ટરનેટ કેબલ્સ (Subsea Internet Cables)ને નિશાન બનાવશે.
વૈશ્વિક ઈન્ટરનેટ ઠપ્પ થવાનો ભય: આ ઈન્ટરનેટ કેબલ્સ તૂટવાથી એશિયા, યુરોપ અને મિડલ ઈસ્ટ વચ્ચેનો વૈશ્વિક ઈન્ટરનેટ વ્યવહાર અને બેંકિંગ સિસ્ટમ સંપૂર્ણપણે ઠપ્પ થઈ શકે છે.
વિશ્વભરમાં ચિંતાનો મોજું: ઈરાનના આ ખતરનાક વળતા પ્લાનની ખબર સામે આવ્યા બાદ વિશ્વભરના દેશો અને આઈટી ક્ષેત્રમાં મોટી ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે.
