અમરેલી / વન્યજીવ બ્રેકિંગ:
અમરેલી જિલ્લાના લાઠી તાલુકા અંતર્ગત લીલીયા અને દામનગર વચ્ચે આવેલા રેલવે ટ્રેક પર વહેલી સવારે એક અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે. પીપાવાવ પોર્ટથી ઢસા તરફ જઈ રહેલી એક ગુડ્સ ટ્રેન સાથે સિંહનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
રેલવે ટ્રેક નંબર ૧૮/૯ થી ૧૮/૮ વચ્ચે ઘટના: લાઠી પંથકના આ ટ્રેક પર સિંહ અચાનક ટ્રેન સામે આવી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ગુડ્સ ટ્રેનને તુરંત સ્થળ પર જ ઉભી રાખી દેવામાં આવી હતી.
ટ્રેક પર માત્ર પૂંછડું અને રૂંવાટી મળ્યા: ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. રેલવે ટ્રેક પર તપાસ કરતા માત્ર સિંહનું કપાાયેલું પૂંછડું અને રૂંવાટી જ મળી આવ્યા હતા.
ઈજાગ્રસ્ત સિંહની શોધખોળ શરુ: ટક્કર વાગ્યા બાદ ઈજાગ્રસ્ત સિંહ જંગલ અથવા આસપાસના સીમ વિસ્તારમાં ભાગી ગયો હોવાની શંકાએ વનવિભાગે સઘન શોધખોળ શરૂ કરી છે.
સુરક્ષા સામે સવાલો: ઘટના સ્થળે કોઈ રેલવે સેવકો તૈનાત ન હોવાથી વન્યજીવોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.
