અંબાજી / હવામાન બ્રેકિંગ:
અંબાજી અને આસપાસના કુંભારિયા વિસ્તારમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગગન ઘેરાયેલા કાળા વાદળો, તેજ પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ વરસી પડ્યો છે.
ગરમીથી રાહત: અચાનક વરસેલા વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ગરમીમાંથી લોકોને મોટી રાહત મળી છે અને વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.
ખેડૂતોની ચિંતા વધી: અણધાર્યા કમોસમી વરસાદના કારણે ખેતરોમાં તૈયાર થઈ રહેલા ઊભા પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે સ્થાનિક જગતના તાત (ખેડૂતો) ચિંતામાં મુકાયા છે.
