દિલ્હી / દશેરા બ્રેકિંગ:
દિલ્હીના પીતમપુરા ખાતે યોજાયેલી ‘શ્રી કેશવ રામલીલા સમિતિ’ દ્વારા દશેરા પર્વે યોજાયેલા રાવણ દહનનો એક અનોખો અને અજીબોગરીબ કિસ્સો દેશભરમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
૩૦ ફૂટનું કોકરોચ સળગાવાયું: દશેરાના પવિત્ર પર્વે રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળા સાથે આ વખતે ૩૦ ફૂટ ઊંચા ‘કોકરોચ’ ના પૂતળાનું પણ દહન કરવામાં આવ્યું હતું.
સ્વચ્છતાનો સંદેશ આપવાનો દાવો: આયોજકોના જણાવ્યા અનુસાર, કોકરોચનું પૂતળું એ સમાજ અને આસપાસ ફેલાયેલી ગંદકીનું પ્રતીક છે. તેના દહન દ્વારા લોકોને સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે જાગરૂક કરવાનો દિવ્ય સંદેશ આપવામાં આવ્યો હતો.
રાજકીય અને કાનૂની વિવાદ: આ અનોખા દહન બાદ પ્રતિક્રિયાઓ સામે આવી છે. CJPના સ્થાપક અભિજીત દીપકે આ આયોજનથી મળેલા મફત પ્રચાર માટે આભાર માન્યો છે, તો બીજી તરફ પક્ષના કાનૂની વડા રત્નાસિંહે આ સમગ્ર ઘટનાને માત્ર એક ‘તમાશો’ ગણાવીને વિરોધ નોંધાવ્યો છે.