મહેસાણા / ધાર્મિક બ્રેકિંગ:
આસો વિજયાદશમીના પાવન પર્વે સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી ખાતે વર્ષમાં માત્ર એક જ વખત જોવા મળતો અત્યંત દિવ્ય અને ઐતિહાસિક પ્રસંગ યોજાયો છે. આજના દિવસે માઁ આદ્યશક્તિ બહુચર માતાજીને અંદાજે ₹૩૦૦ કરોડથી પણ વધુ કિંમતના અમૂલ્ય ‘નવલખા હાર’નો શણગાર કરવામાં આવે છે.
૧૮૩૯થી ચાલી આવતી પરંપરા: વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડને કડી પ્રાંતના સૂબા તરીકે પાઠાનું અસહ્ય દર્દ હતું, જે માઁ બહુચરની બાધાથી મટી ગયું હતું. ત્યારબાદ રાજા બનવાની મનોકામના પૂર્ણ થતાં તેમણે સને ૧૮૩૯માં ભવ્ય મંદિર બંધાવીને માતાજીને આ ‘નવલખો હાર’ અર્પણ કર્યો હતો.
અભેદ્ય સુરક્ષા અને કસ્ટડી: આ હારની કિંમત એટલી અમૂલ્ય છે કે કોઈ વીમા કંપની પણ તેનો વીમો લેવા તૈયાર થતી નથી. આ હારને ખાસ વહીવટદારની કસ્ટડીમાં રાખવામાં આવે છે.
શમીવૃક્ષ પૂજન અને ઝવેરા પ્રસાદ: વિજયાદશમીના દિવસે સાંજે ૪:૦૦ કલાકે માઁ બહુચરની પવિત્ર પાલખી સવારી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બેચર રોડ સ્થિત શમીવૃક્ષ પૂજન માટે નીકળે છે. આ પ્રસંગે વાવેલા ઝવેરાનો પ્રસાદ ઘરે લઈ જવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધતી હોવાની ધાર્મિક માન્યતા છે.
