આંતરરાષ્ટ્રીય / વર્લ્ડ બ્રેકિંગ:
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને તાત્કાલિક રોકવા માટે વાટાઘાટો તેજ કર્યો છે. આ શાંતિ પ્રક્રિયાને કોઈ નુકસાન ન પહોંચે તે માટે ટ્રમ્પે રશિયા પર નવા પ્રતિબંધો લાદવા સંબંધિત દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવાનો હાલ પૂરતો ઇનકાર કરી દીધો છે.
વાટાઘાટો ચાલુ રાખવાનો પ્રયાસ: ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેઓ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે સક્રિયપણે વાટાઘાટો કરી રહ્યા છે અને તેઓ એવું કોઈ પગલું ભરવા માગતા નથી જેનાથી રશિયા વાટાઘાટોની ટેબલ પરથી પીછેહઠ કરે.
ઈરાન અંગે ટ્રમ્પનું નિવેદન: ટ્રમ્પે વધુમાં ઉમેર્યું હતું કે રશિયા ઈરાનને શક્ય તેટલી મદદ કરી રહ્યું નથી અને તેઓ ઈચ્છે છે કે આ પરિસ્થિતિ આવી જ રીતે જળવાઈ રહે જેથી વૈશ્વિક શાંતિ સ્થપાઈ શકે.
