રાજધાની દિલ્હીમાં તિરંગા માર્ચનું આયોજન થવાનું હતું તે પહેલા જ પોલીસે અભિજિત દીપકેની અટકાયત કરતા વાતાવરણ ગરમાયું છે. આ મામલે દિલ્હી પોલીસે મીડિયાને સંબોધતા કહ્યું કે રાષ્ટ્રધ્વજ એ દેશનું ગૌરવ છે અને તેના નિયમોનું પાલન દરેકે કરવું પડશે. ફ્લેગ કોડ હેઠળ ધ્વજનો ઉપયોગ કેવી રીતે કરવો, તેની સાઈઝ અને તેને સન્માન આપવાની રીત નક્કી છે. જો કોઈ રેલી કે પ્રદર્શનમાં ધ્વજનું અપમાન થશે તો કાયદેસરની કાર્યવાહી થશે. પોલીસે વધુમાં જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ઈરાદાપૂર્વક અફવા ફેલાવીને માહોલ બગાડવાનો પ્રયાસ કરનારા લોકોને પણ છોડવામાં નહીં આવે. સાયબર ટીમ તમામ પ્લેટફોર્મ પર નજર રાખી રહી છે.
