વડોદરા / ફૂડ સેફ્ટી બ્રેકિંગ:
વિજયા દશમી (દશેરા) ના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના ચારેય ઝોનમાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તહેવારોમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે ફાફડા, જલેબી અને તેના રો મટિરિયલના સેમ્પલ લેવાની કામગીરી તેજ કરાઈ છે.
‘પ્રસાદમ’ રેસ્ટોરન્ટમાં કડક તપાસ: તપાસ દરમિયાન વડોદરાની પ્રખ્યાત ગુજરાતી રેસ્ટોરન્ટ ‘પ્રસાદમ’ માં જીવાત જોવા મળી હોવાની ફરિયાદ મળતાં ફૂડ વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો.
અસ્વચ્છતા મુદ્દે નોટિસ: તપાસ દરમિયાન કિચનમાં ભારે અસ્વચ્છતા અને અન્ય ખામીઓ સામે આવતાં તંત્ર દ્વારા શિડ્યુલ-૪ મુજબ ૭ દિવસમાં સુધારા કરવાની નોટિસ ફટકારવામાં આવી છે.
કટોકટી અને લાયસન્સ રદ કરવાની ચીમકી: ફૂડ વિભાગ ૭ દિવસ બાદ ફરીથી ચેકિંગ કરશે. જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો રેસ્ટોરન્ટનું લાયસન્સ રદ કરવા સુધીની આકરી કાર્યવાહી કરવામાં આવશે.
