નવી દિલ્હી / રાષ્ટ્રીય બ્રેકિંગ:દેશની સર્વોચ્ચ અદાલતે ૧૨ ઓક્ટોબરના રોજ યોજાયેલી માર્ચ દરમિયાન થયેલી અવ્યવસ્થા અને નેતાઓના વલણ અંગે કડક વલણ અપનાવતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે સમગ્ર મામલે તેમની પાસે સ્પષ્ટતા માગી છે.
CJI ની કડક ટિપ્પણી: રાહુલ ગાંધીની કૂચ અને નિવેદનો પર મુખ્ય ન્યાયાધીશ (CJI) એ સખત શબ્દોમાં કહ્યું કે, “કોઈ અમને ધમકી આપી શકે નહીં. કોર્ટની બહાર લોકો શું બોલે છે અને અંદર શું કહે છે, તે બધું અમે જાણીએ છીએ. અમે કોઈ અલગ દુનિયામાં નથી રહેતા.”
નોટિસ જાહેર કરી: વિરોધ પ્રદર્શન અંગે ઊભા થયેલા પ્રશ્નો અને અરજીઓ પર સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી, દિગ્વિજય સિંહ અને ઓવૈસીની અરજીઓ પર સત્તાવાર નોટિસ જાહેર કરી છે.
ન્યાયતંત્ર પર દબાણ લાવવાના પ્રયાસ સામે લાલ આંખ: અદાલતે સ્પષ્ટ કર્યું છે કે કોર્ટ પ્રક્રિયા અને ન્યાયતંત્ર પર કોઈ પણ પ્રકારનું દબાણ કરવાનો પ્રયાસ ચલાવી લેવાશે નહીં.
