નવી દિલ્હી / રાષ્ટ્રીય બ્રેકિંગ:દિલ્હી પોલીસે CJPના સંસ્થાપક અને મુખ્ય હોદ્દેદારો સહિત પત્રકારો સામે ગંભીર કલમો હેઠળ એફઆઈઆર (FIR) નોંધી છે.
કોની કોની સામે થઈ કાર્યવાહી?: દિલ્હી પોલીસે CJP ના સંસ્થાપક અભિજીત દીપકે, પ્રવક્તા સૌરવ દાસ, આશુતોષ રાંકા, લીગલ હેડ રત્ના સિંહ તેમજ સ્વતંત્ર પત્રકાર રોજી અને ગજેન્દ્ર સિંહ સામે ગુનો દાખલ કર્યો છે.
SC-ST એક્ટ હેઠળ કેસ દાખલ: આ કાનૂની કાર્યવાહી ACP વિવેક ભગતની સત્તાવાર ફરિયાદના આધારે કરવામાં આવી છે.
આ પણ વાંચો: ઈમરાન ખાનને દેશ છોડવાનો આદેશ
ગંભીર આરોપો: પોલીસ સમક્ષ કરાયેલી ફરિયાદ મુજબ, આ તમામ વ્યક્તિઓ પર ACP માટે અપમાનજનક તેમજ જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કરવાનો ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો છે.
આગામી તપાસ: દિલ્હી પોલીસ દ્વારા મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.