નવી દિલ્હી / વૈશ્વિક અર્થતંત્ર:
વિશ્વબેંક (World Bank) ના ૨૦૨૬ ના તાજેતરના અહેવાલમાં ભારતની આર્થિક સ્થિતિ અને આવકની અસમાનતાને લઈને એક આશ્ચર્યજનક વિશ્લેષણ સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, વિકસિત દેશોમાં રહેતા સૌથી ગરીબ ૧૦% લોકોની રોજના ધોરણે થતી આવક, ભારતના ૧૦% સૌથી ધનિક લોકોની આવક કરતાં પણ વધુ છે.
આવકનું અંતર (Daily Income Gap): ભારતના ટોચના ૧૦% અમીરોની દૈનિક આવક મર્યાદા માત્ર ૧૦ ડોલર છે. તેની સરખામણીમાં અમેરિકાના ગરીબોની દૈનિક આવક ૨૫ ડોલર અને કેનેડામાં ૩૧ ડોલર નોંધાઈ છે.
મહિને ૮૦ હજારની કમાણી: ભારતમાં જે વ્યક્તિ દર મહિને રૂ. ૮૦,૦૦૦ કે તેથી વધુ કમાય છે, તેનો સમાવેશ દેશના ટોચના ૧૦% ધનિકોની યાદીમાં થાય છે.
વૈશ્વિક જીવનધોરણ: ભારતમાં આ આવક ઉચ્ચ સ્તરની ગણાતી હોવા છતાં, વૈશ્વિક માપદંડો મુજબ અમીર દેશોના નીચલા વર્ગના જીવનધોરણ કરતાં પણ તે ઘણું પાછળ છે.
આ પણ વાંચો: નાના પાટેકર સાથે કામ કરી ચુકેલાં અભિનેત્રી મધુ કામ્બીકરનું નિધન
