અમદાવાદ / વલસાડ:
ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડીને પંજાબના અમૃતસરમાં થયેલી ચર્ચિત ‘મેડ સંધૂ’ (મધુ સુદન સિંહ) હત્યા કેસના ૩ વોન્ટેડ આરોપીઓને વલસાડના વાપી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે.
ઘટના અને બેકગ્રાઉન્ડ: ગત ૩ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ પંજાબના અમૃતસરમાં લોહરકા રોડ પર કાર વોશિંગ સેન્ટર નજીક મધુ સુદન સિંહ ઉર્ફે મેડ સંધૂની અજાણ્યા શૂટરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ અંગે અમૃતસર સિટી કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
વાપીમાં છુપાયા હોવાની બાતમી: પંજાબ CIAની માહિતી આધારે ગુજરાત ATSના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરાતાં, ત્રણેય આરોપીઓ વલસાડના વાપીમાં છુપાયા હોવાનું સામે આવ્યું હતું.
ઝડપાયેલા આરોપીઓ:
૧. હરસિમરનજીત સિંહ ઉર્ફે સિમુ સિંગા

૨. ફતેહ સિંહ

૩. અરમાન સિંહ (તમામ રહે. તરણ તારણ, પંજાબ)

પંજાબ પોલીસને સોંપાયા: વલસાડ SOG અને ATSની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણેયને ઝડપી લીધા હતા. પૂછપરછમાં હત્યા પહેલાં કરવામાં આવેલી રેકી સહિતની વિગતો સામે આવી હતી. ૧૦ ઓક્ટોબરના રોજ પંજાબ પોલીસની ટીમ અમદાવાદ ATS કચેરી પહોંચી હતી અને ત્રણેય આરોપીઓનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
