રાજપીપળા ખાતે પાવન નવરાત્રી પર્વનો શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે. રાજવી પરિવારના ૪૨૫ વર્ષ પુરાણા કુળદેવી શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરે પ્રથમ નોરતે જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.
૧ કિમી લાંબી લાઈન: પ્રથમ દિવસે જ માતાજીની પ્રથમ આરતી અને દર્શન માટે ૧ લાખથી વધુ ભક્તો આવ્યા હતા, જેના કારણે ૧ કિલોમીટર જેટલી લાંબી લાઈનો જોવા મળી હતી.

રાજવી પરંપરા અને મેળો: નવરાત્રીના નવ દિવસ સુધી અહીં ભવ્ય મેળો યોજાય છે. દિવસની ત્રણેય આરતીમાં હજારો ભક્તો ભાગ લે છે. આ નવ દિવસ દરમિયાન માતાજીને રાજવી પરંપરાગત આભૂષણો અને જુદી જુદી સવારીઓથી વિશેષ શણગાર કરવામાં આવે છે.
ઐતિહાસિક મહત્વ: ઈ.સ. ૧૬૫૭માં રાજપીપળા સ્ટેટના રાજવી વેરીશાલજી મહારાજે બંધાવેલા આ ઐતિહાસિક મંદિરે નોમના દિવસે રાજવી પરિવાર દ્વારા વિધિવત યજ્ઞ-પૂજા કરવામાં આવશે.
મહાપ્રસાદ: સમગ્ર નવરાત્રી દરમિયાન અહીં આવતા તમામ માઈભક્તો માટે વિનામૂલ્યે ભોજન પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.