ગાંધીનગર:
ગુજરાત રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સચિવાલયની સેવાઓમાં એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે સચિવાલયમાં સેક્શન ઓફિસર (વર્ગ-૨) ની ભરતી પ્રક્રિયાને લઈને ‘ગુજરાત સચિવાલય સેવા ભરતી સુધારા નિયમો ૨૦૨૬’ નું સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે.
આ નવા સુધારા અંતર્ગત સેક્શન ઓફિસરની જગ્યાઓ ભરવા માટે પ્રમોશન (બઢતી) અને સીધી ભરતી (ડાયરેક્ટ રિક્રુટમેન્ટ) ના ગુણોત્તરમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

https://youtu.be/ktETuPlYPT4?si=9UZgWYfaIw6Z0qCQ
ભરતીના ગુણોત્તરમાં શું ફેરફાર થયો? રાજ્ય સરકાર દ્વારા સેક્શન ઓફિસર ક્લાસ-૨ ની કેડર માટેના જૂના રેશિયોને બદલીને નવો ગુણોત્તર અમલમાં મૂકવામાં આવ્યો છે:
-
અગાઉનો નિયમ: સેક્શન ઓફિસરની ભરતી માટે અગાઉ ૨ : ૧ : ૧ નો ગુણોત્તર અમલમાં હતો.
-
નવો સુધારેલો નિયમ: હવે રાજ્ય સરકારે આ ગુણોત્તર બદલીને ૧ : ૨.૫ : ૩ નો નવો ગુણોત્તર અમલી બનાવ્યો છે.
૨૩ જુલાઈ ૨૦૨૬થી નિયમો લાગુ
સામાન્ય વહીવટ વિભાગની મળતી અધિકૃત સૂચનાઓ અનુસાર, આ સુધારેલા ભરતી નિયમો ૨૩ જુલાઈ ૨૦૨૬ થી સમગ્ર રાજ્યમાં અમલી બની ગયા છે. ગેઝેટમાં પ્રકાશિત આ સુધારાથી સચિવાલયના કર્મચારીઓ માટે પ્રમોશનના તકો તેમજ નવી સીધી ભરતી પ્રક્રિયાઓ પર સીધી અસર પડશે.
સરકારના આ મહત્વના નિર્ણયથી સચિવાલય સેવાઓમાં વહીવટી કાર્યક્ષમતા વધશે અને કર્મચારીઓના બઢતીના માર્ગોમાં પારદર્શિતા અને ચોક્કસતા આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.