ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ભરૂચમાં સનસનાટી: યુવતીને ધાર્મિક અને કોલેજ શિક્ષણની લાલચ આપી મૌલવીએ આચર્યું દુષ્કર્મ

ભરૂચ:

ભરૂચ જિલ્લામાં ઉચ્ચ શિક્ષણ અને ધાર્મિક અભ્યાસની લાલચ આપી ૨૨ વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની શર્મસાર ઘટના સામે આવી છે. મુંબઈ સ્થિત એક ઇસ્લામિક સંસ્થાના ૫૫ વર્ષીય ટ્રસ્ટી અને સંચાલક મૌલવી મુફ્તી અલાઉદ્દીન અબ્દુલ ગફ્ફાર અંસારી સામે ભરૂચ મહિલા પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાઈના ફોનમાં ફોટો જોઈને બનાવી હતી યોજના

પોલીસ ફરિયાદમાં સામે આવેલી વિગતો અનુસાર, આરોપી અલાઉદ્દીન અંસારીએ ભોગ બનનાર યુવતીના ભાઈના મોબાઈલ ફોનમાં તેની તસવીર જોઈ હતી. ત્યારબાદ તેણે યુવતી પર દાનત બગાડીને શારીરિક સંબંધ બાંધવાના ઈરાદાથી આખી યોજના ઘડી કાઢી હતી. આરોપીએ પરિવારનો વિશ્વાસ જીતવા માટે યુવતીના પિતાને કહ્યું હતું કે તે યુવતીના ધાર્મિક શિક્ષણ તેમજ કોલેજના અભ્યાસનો તમામ ખર્ચ પોતે ઉઠાવશે.

https://youtu.be/6TjT353v7m8?si=DY4FA0nArYhKPTgh

મુંબઈની મદરેસામાં આચર્યું દુષ્કર્મ

પરિવારજનો આરોપીના ઝાંસામાં આવી જતાં યુવતીને મુંબઈ ખાતે આવેલી તેની મદરેસામાં અભ્યાસ માટે મોકલવામાં આવી હતી. ત્યાં આરોપીએ યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.

નબીપુર આવીને નિકાહનામાનો દાવો કરી ધમકી આપી

આટલેથી ન અટકતાં, આરોપી મૌલવી ભરૂચના નબીપુર વિસ્તારમાં આવ્યો હતો અને યુવતીને પોતાની સાથે આવવા માટે ભારે દબાણ કર્યું હતું. તેણે પોતાની પાસે ‘નિકાહનામું’ હોવાનો દાવો કરીને યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. જો યુવતી તેની સાથે નહીં આવે તો તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ સમગ્ર મામલે ભોગ બનનાર યુવતીએ હિંમત દાખવી ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી મૌલવી મુફ્તી અલાઉદ્દીન અંસારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

admin

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »