Ahmedabad shopping festival અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad Shopping Festival: સ્વદેશી થીમ અંતર્ગત યોજાશે એક મહિનાનો શોપિંગ ફેસ્ટિવલ

  • December 4, 2025
  • 0 Comments

Ahmedabad Shopping Festival: અમદાવાદ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે મોન્ટે કાર્લો ઓક્સિજન પાર્કની બાજુમાં, તાજ સ્કાઈલાઈન સામે સિંધુભવન રોડ સહિત જુદા-જુદા 12 હોટસ્પોટ પર એક મહિના સુધી શોપિંગ ફેસ્ટિવલ યોજાશે. 16 જાન્યુઆરી સુધી ચાલનારા આ શોપિંગ ફેસ્ટિવલમાં 8 હજારથી વધારે સ્ટોલ પરથી 5થી લઈને 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહેશે. કોર્પોરેશન અને રાજ્ય સરકાર […]

Bhavnagar Fire Accident ભાવનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar Fire Accident: પહેલા પાર્કિંગમાં આગ લાગી અને પછી ચોથા ફ્લોર સુધી પ્રસરી

  • December 3, 2025
  • 0 Comments

ભાવનગરઃ ભાવનગરના સમીપ કોમ્પ્લેક્સમાં લાગેલી આગને લઈને મોટો ખુલાસો થયો છે. પાર્કિગમાં લાગેલી આગ ઉપરના ફ્લોર સુધી પ્રસરતા આગે વિકરાળ રૂપ લીધું હતું. આગની શરૂઆત પાર્કિગમાંથી થઈ હતી. જે પાણીની ટાંકી અને મોટર સુધી પ્રસરતા મહત્ત્વની વસ્તુઓ ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાના સમયે કોમ્પ્લેક્સમાં રહેલા આગ ઠારવાના સાધનો કામે આવ્યા ન હતા. જેના કારણે […]

Ahmedabad Cyber Crime Fraud 804 Cr અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

સાયબર ફ્રોડઃ બેંક કિટ-સિમકાર્ડના બહાને ₹804 કરોડનું સાયબર ફ્રોડ, 6 પકડાયા

  • December 3, 2025
  • 0 Comments

અમદાવાદઃ ભારતના અલગ-અલગ રાજ્યના નાગરીકોને લોભ લાલચ આપી અલગ-અલગ બેંકમાાં નવા બેંક એકાઉન્ટો ખોલાવી તેની બેંક કીટ તથા સીમકાર્ડ મેળવી લઈ દુબઈ ખાતે મોકલાવી ઈન્ટરનેટના માધ્યમ દ્વારા દેશના જુદા-જુદા ભાગોમાાં અંદાજે ₹.804 કરોડના કુલ 1549 સાયબર ક્રાઈમના ગુના આચરતા વધુ 06 આરોપીઓને ઝડપી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ, સી.આઈ.ડી. ક્રાઈમ, ગાાંધીનગરની […]

Ahmedabad Corporation BU Permission Building અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

એક્શન શરૂઃ BU પરમિશન વિના ચાલતી 9 હોસ્પિટલ સીલ

  • December 3, 2025
  • 0 Comments

અમદાવાદઃ ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલા એક કૉમ્પ્લેક્સમાં લાગેલી આગના પગલે અમદાવાદમાં પણ કોર્પોરેશને તપાસના ધમધમાટ શરૂ કરી દીધો હતો. જેમાં BU પરમિશન વગરની હોસ્પિટલને સીલ મારી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં BU પરમિશન વગરની કુલ 9 જેટલી હોસ્પિટલ સીલ મારી દેવામાં આવી છે. ભાવનગરમાં લાગેલી આગના પગલે અમદાવાદ એસ્ટેટ વિભાગ યુદ્ધના […]

stray dog bite અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ઘોડા છૂટ્યા પછી તબેલે તાળાઃ શ્વાનની સમસ્યા ઉકેલવા કોર્પોરેશન નોડલ ઓફિસર નિમશે

  • December 3, 2025
  • 0 Comments

અમદાવાદ:અમદાવાદ શહેરના જાહેર સ્થળો તથા શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, બસ સ્ટેન્ડ વગેરે જગ્યાએ રખડતા કૂતરાની સમસ્યાને લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર આ જગ્યાઓ પર રખડતા કૂતરાઓને લઈને નોડલ ઓફિસરની કોર્પોરેશન દ્વારા નિમણૂંક કરાશે. કોર્પોરેશનની તમામ મિલકતોમાં નોડલ ઓફિસરની નિમણૂક કરવા માટે સુચના આપી દેવામાં આવી છે. માત્ર કોર્પોરેશન જ નહીં […]

Ahmedabad Ticket Checking અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

સ્પેશ્યલ ડ્રાઈવઃ મહિનામાં 33000 ખુદાબક્ષો, ₹2.43 કરોડનો દંડ વસુલાયો

  • December 3, 2025
  • 0 Comments

અમદાવાદઃ રેલવે વિભાગમાં ગત એક જ માસમાં 33 હજાર લોકો ટિકિટ વગર મુસાફરી કરતા પકાડાય છે. રેલવે તંત્રના અનેક પ્રયાસો છતાં ટિકિટ બૂકિંગમાં એજન્ટરાજ તથા ખુદાબક્ષોની બદીને દૂર કરી શકાઈ નથી. આ લોકો પાસેથી રેલવે કુલ ₹2.43 કરોડનો દંડ વસૂલ કર્યો છે. એક મહિનાના સમયગાળામાં જ આ રકમ દંડ રૂપે મળી છે. ટિકિટ વગર પ્રવાસ […]

ભાવનગર મહાનગરનો લલકાર

નશાનું વાવેતરઃ 198 કિલો ગાંજાની ખેતી કરનારની ધરપકડ, સપ્લાયર ફરાર

  • December 2, 2025
  • 0 Comments

બોટાદઃ દારૂ-ડ્રગ્સની સાથે હવે ગાંજાનું વાવેતર વધતા ફરી એકવાર કાયદાની સ્થિતિ સામે પ્રશ્નો ઊભા થયા છે. ગુજરાતમાંથી ગાજાના વાવેતરનું નેટવર્ક પકડાયું છે.બોટાદના રાણપુર તાલુકાના નાની વાવડી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાંથી ગાંજાની ખેતી કરતા શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે જપ્ત કરેલા ગાંજાનું કુલ વજન 198.190 કિલોગ્રામ હતું, જેની બજાર […]

Amit Shah in Gujarat અમદાવાદ મહાનગરનો લલકાર

ગુજરાત મુલાકાતઃ અમિત શાહ 3 દિવસમાં 618 કરોડનાં 15 કામનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

  • December 2, 2025
  • 0 Comments

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે આગામી 7 ડિસેમ્બરે રૂ.2395.77 કરોડના 68 કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે ગુજરાત મુલાકાતે આવશે.કુલ 618 કરોડનાં 15 કામનું લોકાર્પણ કરશે. જેમાં અમદાવાદ શહે૨ ના 618.27 કરોડનાં 15 કામનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેઓ બે આવાસ યોજનાનાં મકાનોનો પણ ડ્રો કરાવીને લોકોનું ઘરના ઘરનું સપનું […]

Rahul Gandhi Tweet ભારતનો લલકાર

પટ્ટાનું પોલિટિક્સઃ ઉડતા ગુજરાત મુદ્દે મેવાણી સાથે રાહુલ ગાંધીએ ઝંપલાવ્યું

  • December 2, 2025
  • 0 Comments

નવી દિલ્હીઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી દારૂ અને ડ્રગ્સના મુદ્દે ચાલી રહેલા રાજકારણમાં રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ઝંપલાવ્યું છે. જિજ્ઞેશ મેવાણી, ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા બાદ હવે કોંગ્રેસના મોટા નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટ કરીને) પર કહ્યું હતું કે, ગુજરાતના યુવાનો નશાની દુનિયામાં ધકેલાઈ રહ્યા છે. ગુનાખોરીના વધી રહેલા ગ્રાફને લઈને રાહુલે […]

ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

સંચાર સાથી: જાસુસીના મુદ્દે સંસદમાં હંગામો, કેન્દ્રીય મંત્રી એ ચોખવટ કરવી પડી

  • December 2, 2025
  • 0 Comments

નવી દિલ્હીઃ સંચાર સાથી એપ્લિકેશનને લઈને સરકાર સામે રાજીવ શુકલાએ સવાલ કર્યા છે. કેન્દ્ર સરકાર દ્વાર ફોન નિર્માતાને જારી કરેલા આદેશને કારણે દિલ્હીની કડકડતી ઠંડીમાં રાજકીય ગરમાવો આવ્યો છે. SIRનો મુદ્દો શાંત પડ્યો નથી ત્યાં સંચાર સાથી એપ્લિકેશનને લઈ સંસદના શિયાળુસત્રમાં વિપક્ષે વિરોધ કર્યો છે. કેન્દ્ર સરકાર પર આરોપ મૂક્યા જણાવ્યું હતું કે, સરકાર હવે […]

Translate »