ક્રાઇમ બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદ ખાખીની ખટપટ મહાનગરનો લલકાર

ખાખીને ખરડતી શરમજનક ઘટના: દુષ્કર્મના આરોપીને જેલભેગો કરવાને બદલે ASI એ જ રિક્ષામાં બેસાડી ભગાડી મૂક્યો!

અમદાવાદ / ક્રાઈમ બ્રેકિંગ:

અમદાવાદ શહેરમાં પોલીસ વિભાગને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. નરોડા પોલીસ સ્ટેશનના ગંભીર ગુના (દુષ્કર્મ કેસ)ના કાચા કામના કેદી એવા આરોપી રાધે ઉર્ફે ગોપાલ ઠક્કરને જેલમાં મોકલવાને બદલે ફરજ પરના એક ASI એ જ ખુદ તેને ભગાડી મૂકવામાં મદદ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

 શું છે સમગ્ર ઘટના?

ગગત ૨૭ ઑક્ટોબરે આરોપીને કોર્ટમાં રજૂ કરાયા બાદ તબિયત લથડતાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ૨૯ ઑક્ટોબરે ડિસ્ચાર્જ મળ્યા બાદ તેને નિયમ મુજબ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે સાબરમતી જેલ લઈ જવાનો હતો. પરંતુ, ફરજ પરના ASI રાજેશ દયારામે આરોપી પોતાનો સબંધી થતો હોવાનું કહીને અન્ય સ્ટાફ વગર એકલા જ તેને રિક્ષામાં બેસાડી દીધો હતો.

 ખોટી કહાની અને પોલીસ તપાસમાં પર્દાફાશ:

શરૂઆતમાં ASI એ કંટ્રોલ રૂમમાં મેસેજ આપ્યો હતો કે દૂધેશ્વર સર્કલ પાસે ટ્રાફિકનો લાભ લઈને આરોપી નાસી છૂટ્યો છે. પરંતુ માધવપુરા અને રામોલ પોલીસની ઝીણવટભરી તપાસમાં બહાર આવ્યું કે ASI તેને જેલ લઈ જવાને બદલે વસ્ત્રાલ તરફ લઈ ગયા હતા, જ્યાં વસ્ત્રાલ નિરાંત ચાર રસ્તા પાસેથી આરોપી ફરાર થઈ ગયો હતો. આ ગંભીર બેદરકારી અને ગુનેગારને ભગાડવામાં મદદ કરવા બદલ રામોલ પોલીસે ASI રાજેશ દયારામ અને ફરાર આરોપી બંને સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »